તાલુકા જિલ્લા મહેસાણાના સામેત્રા ગામ ખાતે શ્રી રાજ રાજેશ્વર પારદેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 23 24 તથા 25 એપ્રિલ દરમિયાન યોજાઇ રહ્યો છે, જેમાં આજે દ્વિતીય દિવસે દિવ્ય અને ભવ્ય એવા પારદ શિવલિંગની એટલે કે પારદેશ્વર મહાદેવજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને મહાદેવજીના દર્શન કર્યા હતા તથા ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
આ ત્રીદિવસીય કાર્યક્રમ દરમિયાન યજ્ઞ પૂજન સહિત ભવ્ય જલયાત્રા-શોભાયાત્રા તથા રાત્રિના પ્રથમ દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ દ્વિતીય દિવસે શિવ લહેરી ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Raj Rajeshwar Pardeshwar Mahadev Pran Pratishtha Mahotsav Sametra Mehsana
Shree Raj Rajeshwar Pardeshwar Mahadev, Pran Pratishtha Mahotsav, Sametra, Mehsana,1