અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી ઘનશ્યામ નગર સોસાયટી ખાતે શ્રી સઘીમાઁ પરિવાર કનિજ દ્વારા શ્રી સધી માતાજીનો દિવ્ય અને ભવ્ય મઢ નિર્માણ પામ્યો છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાયો હતો, જેમાં આજે ત્રીજા અને અંતિમ દિવસે મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ થી ઘોડાસર સુધીની માતાજીની અનેક ઘોડા તથા બગીઓ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, ત્યારબાદ માતાજીના નવીન મઢ ખાતે શ્રી હરસિધ્ધિ માતાજીની અલૌકિક અને તેજોમય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સંતો મહંતો અને સમાજના ભુવાજીશ્રીઓ જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન કનીજ ખાતે માતાજીના સહસ્ત્ર ચંડી યજ્ઞ, ભુવાજી તથા સંતો મહંતો ના સન્માન, ભવ્ય લોક ડાયરો તથા રાસગરબા અને જલયાત્રા શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના ભુવાજી શ્રી પ્રદીપભાઈ દેસાઈ તથા પરિવારના શ્રી એ. જી. દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sadhima Parivar Kanij Arranged Shree Harsidhdhi Mataji Murti Pran Pratishtha At New Madh at Ghanshyamnagar Ghodasar
Shree Sadhima Parivar Kanij, Kanij, Ahmedabad, Shree Harsidhdhi Mataji, Murti Pran Pratishtha Mahotsav, New Madh, Ghanshyamnagar, Ghodasar, Ahmedabad,