ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ ખાતે અમદાવાદ શહેરના ઘોડાસર ખાતે નવનિર્માણ પામેલ શ્રી સધી ધામ મઢના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા કનીજ ખાતે ભવ્ય ૫૧ કુંડાત્મક મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે આજે પધારેલ સંતો મહંતો તથા ભુવાજીશ્રીઓનો સન્માન સમારોહ તથા દિવ્ય પ્રતિમાની ઉપસ્થિતિમાં યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત પરીવારજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 થી 23 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામા આવ્યું છે, જેમાં ભવ્ય લોક ડાયરો તથા દ્રિતીય દિવસે શોભાયાત્રા સહિત રાત્રિના સુંદર રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતના કલાકારો કિર્તીદાન ગઢવી માયાભાઇ આહીર સહિત નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ત્રણે ત્રણ દિવસ ગુણલા ગાવામા આવશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના ઉપવાસ સાથે શ્રી પ્રદીપભાઈ ભુવાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sadhi Ma Parivar Kanij Arranged Shree Sadhi Dham Ghodasar Murti Pran Pratishtha Mahotsav at Kanij Mahemdavad
Shree Sadhi Ma Parivar Kanij, Shree Sadhi Dham Ghodasar, Murti Pran Pratishtha Mahotsav, Kanij, Mahemdavad,