અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઉપરદળ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નાના બાવાજીનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી નાના બાવાજી સહિત તેમના ભાઈઓની તથા બહેનની જીવંત સમાધિ આવેલી છે, આ મંદિરને શ્રી નાના બાવાજી તીર્થ ક્ષેત્ર ઉપરદળ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા ભવ્યથી ભવ્ય નવીન મંદિરનો નિર્માણ કરવામાં આવ્યો છે, જેના ત્રિદિવસીય જીર્ણોધ્ધાર મહોત્સવ નિમિત્તે અહીંયા ભવ્ય મહા વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં યજમાનો તથા વિદ્વાન ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ જીર્ણોદ્ધાર મહોત્સવ 21 થી 23 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં મહા વિષ્ણુયાગની સાથોસાથ શોભાયાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગૌતમભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સરપંચ શ્રી પ્રભુભાઈ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Nana Bavaji Tirth Kshetra Upardal Sanand New Temple Jirnodhdhar Mahotsav 2023
Shree Nana Bavaji Tirth Kshetra Upardal, Upardal, Sanand, New Temple, Jirnodhdhar Mahotsav, 2023,