ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગુનમા ગામમાં શ્રી ગોગા મેલડી ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી ગોગા મહારાજ, શ્રી મેલડી માતાજી, શ્રી ચેહર માતાજી, શ્રી સિકોતર માતાજી તથા શ્રી જોગણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમા મંદિરે દર્શનાર્થે આવતા દરેક ભાવિક ભક્તોને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, તથા અનેક વખતે અહીંયા યજ્ઞ પૂજન તથા રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે તથા સામાજિક પ્રવૃત્તિઓમાં દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે, બ્લડ ડોનેશન કેમ્પ તથા ગરીબોને કીટ વિતરણ પણ કરવામાં આવે છે.
એ જ રીતે મંદિરે આજરોજ ત્રિદિવસીય છઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે લઘુરુદ્ર યજ્ઞ તથા ભવાઈનું આયોજન કરાયું હતુ, અને દ્વિતીય દિવસે મહારુદ્ર યજ્ઞ તથા રાત્રીના રાસ ગરબા યોજાયા હતા, અને અંતિમ દિવસે આજરોજ માતાજીનો નવચંડી યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે રાત્રે મંદિર ખાતે શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રામાં સંતો મહંતો તથા પધારેલ ભુવાજીઓનો સન્માન કરવામાં આવ્યું હતુ, જેમાં લાઈવ ડીજે માં કલાકાર કિશન ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના ઉપાસક શ્રી બટુકસિંહ બારોટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Goga Meldi Dham Gunma Celebrated 6th Patotsav 2023
Shree Goga Meldi Dham Gunma, Gunma, 6th Patotsav, 2023, Mansa, Gandhinagar,