મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કાસવા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ગોગા મહારાજ નું મંદિર આવેલું છે, મંદિરના સંકુલમા ભવ્ય શ્રી ગોગા મહારાજના નૂતન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો નવ્ય દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 31 માર્ચથી લઈને 6 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં શિવ મહાપુરાણ કથા તથા ૧૦૧૧ મહાકુંડીય મહાયજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમા આજે પ્રથમ દિવસે કથાની પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજન ના ભાગરૂપે ગોગા મહારાજના ભક્ત શ્રી રઘુભાઈ પટેલના નિવાસ્થાન ભગવતી સોસાયટી, કડી ખાતેથી પોથીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ધર્મ પ્રેમી લોકો, સંતો મહંતો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભુવાજીશ્રીઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય કનીરામ બાપુ, પરમ પૂજ્ય રાજા ભગત તથા શ્રી રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Goga Maharaj Mandir Pran Pratishtha Mahotsav Kashidham Kahva Kadi
Shree Goga Maharaj Mandir, Pran Pratishtha Mahotsav, Kashidham Kahva, Kadi,