તાલુકા જિલ્લા ગાંધીનગરના કોલવડા ગામ ખાતે શ્રી જોગણીઓ માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિર પ્રત્યે સમગ્ર માઈ ભક્તો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, મંદિર દ્વારા અનેક ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે, એ જં રીતે ચૈત્ર મહિનાનો અહીંયા અનેરો મહિમા છે જ્યાં ચૈત્રી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે દરરોજ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ આઠમનુ અહીંયા હવન પૂજન તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર ખુશ્બુબેન આસોડિયા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યકરની વિગત શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, શ્રી જગદીશસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજીના સેવક શ્રી ભુવાજી રમણસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sharbaba ni Joganio Mataji Mandir Kolavada Gandhinagar Celebrated Chaitra Navratri Mahotsav 2023
Shree Sharbaba ni Joganio Mataji Mandir, Kolavada, Gandhinagar, Chaitra Navratri Mahotsav, 2023,