ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી ખાતે શ્રી બુટ ભવાની માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બુટ ભવાની માતાજી ખૂબ જ દિવ્યા અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ આઠમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં ભવ્ય પાટોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ ભવ્ય નવચંડી યજ્ઞ તથા યજ્ઞ પૂર્ણાહુતિ અને ભોજન પ્રસાદનું દરેક ભાવિક ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શાંતાબેન રાજપૂત તથા શ્રી સવિતાબેન રાજપૂત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree But Bhawani Mataji Mandir Nenpur Chokadi Celebrated Patotsav on Chaitra Sud Aatham 29.03.2023
Shree But Bhawani Mataji Mandir, Nenpur Chokadi, Patotsav, Chaitra Sud Aatham, 29.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed