મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બલાસર ગામ ખાતે બંધાણી વાસમાં શ્રી બહુચર માતાજીનું ખુબ જ સુંદર મંદિર સોલંકી ઠાકોર પરિવાર દ્વારા નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26 થી 28 માર્ચે દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠા યજ્ઞની સાથો સાથ શોભાયાત્રા તથા રાસ ગરબા અને દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી બહુચર માતાજીની સાથો સાથ શ્રી પાનબાઈ માતાજી તથા શ્રી ચામુંડા માતાની પણ દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે તથા ભોજન પ્રસાદનો લ્હાવો લેવા માટે જોડાયા હતા તથા અંતિમ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી જીગ્નેશ બારોટ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ પણ બોલાવવામાં આવી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રણછોડજી ઠાકોર તથા શ્રી રાજુભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bahuchar Mataji Mandir Balasar Kadi Pran Pratishtha Mahotsav
Shree Bahuchar Mataji Mandir, Balasar, Kadi, Pran Pratishtha Mahotsav, Shree Panbai Mataji, Shree Chamunda Mataji,
#BahucharMatajiMandir #Balasar #pranpratishthamahotsav #BandhaniVaas