મહેસાણા જિલ્લાના કડી શહેરમા આજ રોજ રામનવમીના દિવ્ય પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા રામજી મંદિર કડી થી શરૂઆત થઈને સમગ્ર કડીના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ખાખ ચોક ખાતે રઘુનાથજી મંદિરે રઘુનાથજી મંદિરે વિરામ પામી હતી, જેમાં હાથી ઘોડા અને ભજન મંડળીઓ તથા મંડળો દ્વારા શ્રી રામના જયકારા સાથે સમગ્ર કડીના રસ્તાઓને ગુંજાવી દેવામા આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ધર્મપ્રેમી લોકો અને રામ ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત વિશ્વ હિન્દુ પરિષદ કડીના અધ્યક્ષ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Vishv Hindu Parishad Arranged 42nd Bhavya Shobhayatra on Occasion of Ramnavmi 30.03.2023
Vishv Hindu Parishad, Kadi, Shobhayatra, Ramnavmi, 30.03.2023,