મહેસાણા જિલ્લાના કડી શહેરના દેત્રોજ રોડ ઉપર શ્રી બહુચર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે દ્વિદિવસીય 22 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે નવચંડી યજ્ઞ ધર્મસભા તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી જ્યાં કડી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bahuchar Mataji Mandir Detroj Road Kadi Celebrated 22nd Patotsav
Shree Bahuchar Mataji Mandir, Detroj Road, Kadi, 22nd Patotsav,