તાલુકા જિલ્લા મહેસાણાના લાખવડ ગામ ખાતે યુવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ કલોલ દ્વારા ભીલ સમાજના ભવ્ય પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૩૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય આપવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તથા સમાજ બંધુઓ જોડાયા હતા.


સમુહ લગ્ન દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા રમઝટની પણ બોલાવવામાં આવી હતી.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિપુલભાઈ રાણા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Yuvraj Charitable Trust Kalol Arranged 1st Samuh Lagnotsav of Bhil Samaj 23.03.2023
Yuvraj Charitable Trust, Kalol, Samuh Lagnotsav, Bhil Samaj, 23.03.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed