અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુજાડ ગામ ખાતે ખૂબ જ સુંદર રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે જે પરબ શાખા નકળંગ ધામ આશ્રમ તરીકે ઓળખાય છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ આશ્રમ દ્વારા પરમ પૂજ્ય શ્રી કનકદાસ બાપુના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય છઠ્ઠા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 10 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય આપવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વત્સલભાઈ પાઠક, શ્રી સરસ્વતીદાસ માતાજી તથા કાજલ બુધેલીયા દ્વારા આપવામાં આવી હતી જ્યાં પરમ પૂજ્ય શ્રી કનકદાસ બાપુ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Parab Dham Shakha Naklang Dham Kujad Arranged 6th Sarva Gyatiy Samuh Lagnotsav 23.02.2023
Parab Dham Shakha Naklang Dham, Kujad, Daskroi, 6th, Sarva Gyatiy, Samuh Lagnotsav 23.02.2023,