અમદાવાદના સોલા ભાગવત ખાતે શ્રી દશકોશી કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય અને જાજરમાન ૨૪મા સમુહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 46 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, બાદશાહ પરિવારના સૌજન્યથી સમગ્ર સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી પરાગભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય આપવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તથા સમાજબંધુ જોડાયા હતા.
દીકરીઓને કરીયાવરમા દરેક ઘરવખરી સહિત એલઇડી, ફ્રિજ, ઘરઘંટી, વોશિંગ મશીન તથા ઘણા સોના ચાંદીના દાગીના પણ આપવામા આવ્યા હતા, જેમાં શ્રી પરાગભાઈની અક્ષરનીવાસી દીકરી ડેઇઝીની યાદમા તેના સ્મૃતિ ચિહ્નન રૂપે ૧૦ ગ્રામ સોનાના સિક્કા સહિત ચાંદીના દાગીના પણ આપવામા આવ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ તથ્ય દસક્રોઈના ધારાસભ્યશ્રી બાબુભાઇ જામનભાઈ પટેલ તથા સમૂહ લગનના મુખ્ય દાતાશ્રી શ્રી પરાગભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી જેમાં અત્યાર સુધી આ સંસ્થામા એમને 116 જેટલી દીકરીઓ પરણાવી જેના માટે તેમને ઉમિયા માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Dashkoshi Patidar Samaj Arranged 24th Samuh Lagnotsav.23.02.2023


Shree Dashkoshi Patidar Samaj, 24th, Samuh Lagnotsav, 23.02.2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed