અમદાવાદના નાનાચિલોડા વિસ્તારમાં શ્રી સોમેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી મહાદેવજી ખૂબ જ દિવ્ય અને તેજોમય રીતે બિરાજમાન છે, સમગ્ર વિસ્તારના લોકોને આ મંદિર પર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ મંદિરના શ્રી સોમેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ અહીંયા ખુબ જ આયોજનબધ્ધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન અહીંયા કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ ભવ્ય શિવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે લઘુરુદ્ર યજ્ઞ તથા દુધાભિષેક અને રાત્રિના 10000થી વધારે ભક્તોના ભંડારાનું અને રાત્રીના પ્રહર પૂજા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ શ્રદ્ધાથી સમગ્ર વિસ્તારના ભાવિક ભક્તો જોડાશે. ગઈકાલે મંદિર ટ્રસ્ટ દ્વારા શિવ વિવાહ મહોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મામેરું, વરઘોડો તથા લગ્નવિધિ યોજવામા આવી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shri Someshwar Mahadev trust Nana chilo Ahmedabad arranged Shivratri Mahotsav 2023 Arranged Someshwar Mahadev Mandir Nana Chiloda


Shri Someshwar Mahadev trust, Nana chiloda, Ahmedabad, Shivratri Mahotsav, 2023, Someshwar Mahadev Mandir, Nana Chiloda,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed