ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામ ખાતે જુના પ્રજાપતિ વાસમાં શ્રી સધી માતાજીનુ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી સધી માતાજીની સાથે શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી મેલડી માતાજી પણ ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામા આવે છે, એ જ રીતે આજે મંદિરના દિવ્ય પાંચમો પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી, જેના ભાગરૂપે આજે અહીંયા દ્વિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રથમ દિવસે બાળકોના ડાન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સત્કાર સમારંભ તથા દ્વિતીય દિવસે બેન દીકરીઓને સન્માન સમારોહ, જમાઈઓનુ સન્માન સમારોહ તથા માતાજીના નવચંડી યજ્ઞ, શોભાયાત્રા તથા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, શ્રી વસંતભાઈ પ્રજાપતિ તથા શ્રી પોપટભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Sadhi Mataji Mandir Juna Prajapati Vaas Parsa Mansa Arranged 5th Patotsav 2023


Shree Sadhi Mataji Mandir, Juna Prajapati Vaas, Parsa, Mansa, Patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed