દેત્રોજ : ઘેલડા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર ભગવાન મંદિરનો દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઘેલડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું 27 28 અને 29 જાન્યુઆરી 2023 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળા નો પ્રારંભ થયો હતો તથા રાત્રીના ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે સુંદર શોભાયાત્રા સહિત સન્માન સમારોહ યોજાયો હતો અને આવતીકાલે તૃતીય અને અંતિમ દિવસે શ્રી રામદેવપીર ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ રાત્રિના 33 જ્યોત દિવ્ય પાઠનું આયોજન કરવામા આવેલું છે, જેમાં હર્ષો ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ઉમેદભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Pran Pratishtha Mahotsav Ghelda Detroj
Shree Ramdevpir Mandir, Pran Pratishtha Mahotsav, Ghelda, Detroj,