મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, ગામમા શ્રી સ્વામિનારાયણ ભગવાન કુલ છત્રીસ વખત પધાર્યા છે અને આ ગામમાં દિવ્ય પ્રસાદી સ્વરૂપ ઘણી બધી વસ્તુઓ આવેલી છે, મંદિરનું નવ નિર્માણ કરીને અહીંયા ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના જીર્ણોદ્ધાર મહોત્સવનુ સુંદર આયોજન 27 તથા 28 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતુ, જેમાં આજરોજ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય શ્રી માધવેન્દ્ર પ્રસાદ મહારાજી દ્વારા ગ્રામજનો તથા સમગ્ર દાતાશ્રીઓ અને મહેમાનોને આશીર્વાદ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા.
મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા સુંદરકાંડ અને અનેક ધાર્મિક ઉત્સવોનુ પણ આ કાર્યક્રમ દરમિયાન આયોજન કરવામા આવ્યુ હતુ.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નવીનચંદ્રભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kashtbhanjan Hanumanji Mandir Jirnodhdhar Mahotsav Karjisan Kadi
Shree Kashtbhanjan Hanumanji Mandir, Jirnodhdhar Mahotsav, Karjisan, Kadi,