મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામ ખાતે શ્રી આગિયા વીર વૈતાલનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના પ્રાંગણમાં જ શ્રી હરસિધ્ધિ માતાજી નું સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના પ્રથમ દિવસે આજે આગિયા વીર વેતાલ મહારાજનો મહારુદ્ર યજ્ઞ તથા શ્રી હરસિધ્ધિ માતાજી નો સહસ્ત્ર ચંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છેઝ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી નટવરભાઈ પટેલ તથા શ્રી અલ્કેશભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી જેમાં જણાવાયુ હતુ કે આ ત્રિદિવસીય કાર્યક્રમ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમ્યાન યોજાશે, જેમા જળયાત્રા, શોભાયાત્રા, રાસ ગરબા તથા ડાયરાનુ પણ ભવ્યાતિભવ્ય આયોજન કરેલ છે.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Agiya Veer Vaital Mandir Bhankhar Arranged Pran Pratishtha Mahotsav Shree Harsidhdh Mataji 2022


Shree Agiya Veer Vaital Mandir, Bhankhar, Pran Pratishtha Mahotsav, Shree Harsidhdh Mataji Mandir, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed