ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇન્દ્રપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સાવોની ઉજવણીઓ કરવામા આવે, એજ રીતે મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા શ્રી મહાકાળી સેવા મંડળ તથા સમસ્ત ઈન્દ્રપુરા ગ્રામજનો દ્વારા અહીંયા ભવ્યાતિભવ્ય દ્રિદશાબ્દિ મહોત્સવનુ સુંદર આયોજન કરવામા આવ્યુ છે, જેમા આજરોજ પ્રથમ દિવસે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર, શ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા શ્રી ઉર્વેશ ચૌધરી દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ બોલાવવામા આવી હતી, જેમાં ખુબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિષેની સંપૂર્ણ માહિતી ગામના પૂર્વ સરપંચ શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા આપવામા આવી હતી, જેમા જણાવાયુ હતુ કે આ મહોત્સવ તારીખ 1 થી 3 ડિસેમ્બર 2022 સુધી યોજાશે, જેમાં શતચંડી મહાયજ્ઞ સહીત રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી માયાભાઈ આહીર, શ્રી ભીખુદાનભાઈ ગઢવી, શ્રી ઉર્વેશ ચૌધરી, શ્રી ઉમેશ બારોટ તથા શ્રી રશ્મિકા રબારી દ્વારા ડાયરો તથા ભવ્ય રાસગરબા યોજાશે.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Dridashabdi Mahotsav at Shree Mahakali Mandir Indrapura Mansa
Dridashabdi Mahotsav, Shree Mahakali Mandir, Indrapura, Mansa,