ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામ ખાતે રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ કડી દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી ત્યારબાદ સરકાર સમારંભ યોજીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી તેજમલભાઈ દેસાઈ, શ્રી રણછોડભાઈ દેસાઈ તથા આશીર્વાદ શ્રી દુધરેજ વડવાળાના પરમ પૂજ્ય મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા આપવામાં આવ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Rabari Samaj Samuh Lagn Samiti Kadi Arranged 1st Samuh Lagnotsav 2022
Rabari Samaj Samuh Lagn Samiti Kadi, Kadi, 1st, Samuh Lagnotsav, 2022,