મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ખાંભેલ ગામ ખાતે શ્રી જીજીભાઈ પરિવાર દ્વારા શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જ્યાં શ્રી સિદ્ધેશ્વરી માતાજી સહિત શ્રી મેલડી માતાજી, શ્રી ગોગા મહારાજ તથા શ્રી રામદેવજી ભગવાનની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, કાર્યક્રમમાં સવારે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવન પૂજન અને યજ્ઞ પૂર્ણાહુતિ બાદ રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ભાવિક ભક્તો હર્ષોલા સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રામાભાઇ દેસાઈ તથા કુણઘેર સધી માતાજી મંદિરના પરમવંદનીય શ્રી વિનોદભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jijibaai Parivar Khabhel Arranged Pran Pratishtha Mahotsav of Shree Sadhi Mataji Mandir 25.11.2022
Shree Jijibaai Parivar Khabhel, Khambhel, Bechraji, Mehsana, Pran Pratishtha Mahotsav, Shree Sadhi Mataji Mandir, 25.11.2022,