ગાંધીનગર જિલ્લા ના માણસા તાલુકાના અલુવા ગામ ખાતે દેસાઈ માહોલ્લામા શ્રી વિહત માતાજીનુ ખુબ જ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી વિહત માતાજીની સાથોસાથ શ્રી મેલડી માતાજી તથા શ્રી સધી માતાજી પણ ખુબ જ દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાય છે, એજ રીતે અહીંયા ભવ્યાતિભવ્ય મહા લક્ષચંડી યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે, જેના ભાગરૂપે અહીંયા દેવી ભાગવત કથા તથા સંતો મહંતો અને ભુવાજીઓના સન્માનનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમા હર્ષો ઉલ્લાસ સાથે ખુબ જ મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા છે,
25 તથા 26 નવેમ્બર એમ 2 દિવસના કાર્યક્રમમા પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભની સાથે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના રાસ ગરબા તથા દ્રિતીય દિવસે યજ્ઞ પુર્ણાહુતી યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી મોહનભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Vihat Mataji Mandir Aluva Arranged Maha Lakshchandi Yagn 2022
Shree Vihat Mataji Mandir Aluva, Aluva, maha Lakshchandi Yagn, 2022, Lakshchandi, Mansa, Gandhinagar,