ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ નજીક હનુમાનપુરા ગામ આવેલું છે, જ્યાં નવરાત્રી મહોત્સવનો ખૂબ જ અનેરો મહિમા છે, સમગ્ર ગ્રામજનો માતાજીના આ શક્તિ અને ભક્તિરૂપી પર્વની છેલ્લા ૫૦ વર્ષથી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ દ્વિતીય નવરાત્રીમા ભવ્ય મહા આરતી અને ત્યારબાદ નવરાત્રી ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના લોકલાડીલા ગાયક સરલા દવે દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોઉલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી નેનાભાઈ ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ ચૌધરી તથા શ્રી ગોવાભાઇ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri hanumanpura Samau Navratri Garba Mahotsav 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *