ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના આજોલ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે જ્યાં મહાકાળી માતાજી ૧૨૫ વર્ષથી પણ વધારે સમયથી બીરાજમાન છે, આસો નવરાત્રીનો ખૂબ જ અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે, પણ જેવી રીતે કે આજોલ ગામ, કંઈક અનોખું કરવા માટે સમસ્ત પંથકમા જાણીતું છે, જ્યાં શ્રી સિદ્ધેશ્વર હનુમાન દાદા ખૂબ જ તેજસ્વી સ્વરૂપે માનવ રૂપમાં બિરાજમાન છે અને દર કાળી ચૌદશના દિવસે અહીંયા દાદા ની કોઈક અનોખી થીમ પર પ્રતિકૃતિ બનાવવા આવે છે, એ જ રીતે આ વર્ષે નવરાત્રીમા પણ માતાજીના ભક્તોની દિવ્ય પ્રેરણાથી ગામમાં ભવ્યાતિભવ્ય પાવાગઢ ડુંગરની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં બસ ડેપો, માંચી તરફ જવાનો રસ્તો, નાની મોટી દુકાનો, દુધીયુ તળાવ, રોપ વે (લીફ્ટ), સાધુ બાવાજી ની ગુફાઓ અને ડુંગરની ટોચ ઉપર શ્રી મહાકાળી માતાજીના નવીન મંદિરની પ્રતિકૃતિ આબેહૂબ બનાવવામાં આવી છે, જ્યાં શ્રી મહાકાળી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા દ્રષ્ટિગોચર થાય છે.
આજરોજ નવરાત્રીના તૃતીય દિવસે અહીંયા ભવ્ય મહા આરતી તથા ત્યારબાદ સુંદર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Pavagadh Dungar Theme at Ajol Navratri Mahotsav 2022
Pavagadh Dungar, Theme, Ajol Navratri Mahotsav, Ajol, Mansa, Gandhinagar, Navratri, 2022,