સમગ્ર દેશમાંથી અંબાજી પદયાત્રા સંઘો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સેવા માટે ઠેર ઠેર ઘણા બધા સેવા કેન્દ્રો અનેક સમિતિઓ દ્વારા ખોલવામાં આવ્યા છે, એ જ રીતે અમદાવાદના કઠવાડા જીઆઇડીસી સેવા સંસ્થાન દ્વારા ભવ્યથી ભવ્ય સેવા કેન્દ્રનું શિવ ફાર્મ રીંગરોડ નવા નરોડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં નાહવા માટે ગરમ પાણી, સવારે ચા નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું તથા મેડિકલ સુવિધાઓ અને પગની મસાજ માટે મશીનો પણ મૂકવામાં આવે છે, જેનું આવતા જતા દરેક પદયાત્રીઓ દ્વારા લાભ લેવામાં આવે છે.


સેવા કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી શ્રી દશરથભાઈ પટણી તથા શ્રી દિલીપસિંહ સીસોદીયા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Kathwada GIDC Seva Sansthan Ahmedabad arranged Seva Camp for Ambaji Pidgrims 2022
Kathwada GIDC Seva Sansthan, Ahmedabad, Ambaji Seva Camp, Ambaji Pidgrims, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed