ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાનેર ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઉમિયા માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પરિભ્રમણ કરી રહેલ દિવ્ય રથની પધરામણી ભાનેર ગામ ખાતે થઇ હતી, જે નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા તથા સાંજના મહાપ્રસાદ અને મહાઆરતી સહિત ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો અને પાટીદાર સમાજના ભાઇઓ-બહેનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત એ ગામના શ્રી લાલજીભાઇ પટેલ તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Vishw Umiya Foundation Divya rath Arrived at Bhaner, Kathlal
Vishw Umiya Foundation, Divya rath, Bhaner, Kathlal,