મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામ ખાતે આઈશ્રી ખોડિયાર માતાજીનું પૌરાણિક અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં કહેવાય છે કે માતાજી ખુબ દિવ્ય અને તેજોમય પ્રતિમામા આઠસો વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આજરોજ જેઠ સુદ આઠમના રોજ ભવ્યાતિભવ્ય નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વાળીનાથ તરભના પરમ પૂજ્ય શ્રી જયરામ ગીરીબાપુ, કાહવા કાશી ધામથી શ્રી ભગવાનભાઇ ભગત, અનેક ધાર્મિક અગ્રણીઓ તથા ભુવાજી અને સામાજિક અગ્રણીઓ તથા સમાજ બંધુઓ મોટી સંખ્યામા જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી સહારભાઈ દેસાઈ તથા શ્રી વિશ્વદિપભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Aai Shree Khodiyar Mataji Mandir Thumthal Visnagar Arranged Navchandi Mahayagn 08.06.2022

Aai Shree Khodiyar Mataji Mandir Thumthal, Thumthal, Visnagar, Mehsana, Navchandi Mahayagn, 08.06.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *