સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વનાળા ગામ ખાતે શ્રી નકળંક ધામ રામદેવપીર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, સાથો સાથ શ્રી ખોડીયાર માતાજી તથા પરમ પૂજ્ય શ્રી કાળુબાપુ પણ અહીંયા બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આજ રોજ દિવ્ય પાંચમા પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે ધર્મ સ્તંભ ( સવરા મંડપ ) તથા નવીન ગૌશાળાનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારો ભાવિક ભકતો જોડાયા હતા.


નવીન ગૌશાળાના લાભાર્થે અહિયાં રાત્રિના ભવ્યાતિભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામા આવ્યુ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ ભજનીક એવા શ્રી લક્ષ્મણબાપુ બારોટ દ્વારા ભવ્ય સંતવાણી કરવામાં આવશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના મહંતશ્રી બુધવદાસ બાપુ તથા અન્ય સેવકગણો અને સંતો મહંતો દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Naklamk Dham Ramdevpir Mandir Vanala Chuda Celebrated 5th Pratishtha Mahotsav 05.06.2022


Shree Naklamk Dham, Ramdevpir Mandir, Vanala, Chuda, 5th Pratishtha Mahotsav, 05.06.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed