તાલુકા-જિલ્લા મહેસાણાના સાંગણપુર ગામ ખાતે શ્રી ભોજામામાનુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે, આ મંદિરનો ત્યાં સ્થાનક પર જ પુનઃ નિર્માણ કરીને અહીંયા ભવ્યાતિભવ્ય નવિન મંદિરનું નિર્માણ કરવામા આવ્યુ છે, જેનો દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજરોજ યજ્ઞશાળા નો પ્રારંભ તથા ભવ્યાતીભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ દ્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૩ તથા ૪ જુન દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે જલયાત્રા-શોભાયાત્રા, યજ્ઞ પ્રારંભ તથા રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી દેવાયત ખાવડ અને અલ્પા પટેલ ભવ્ય લોક ડાયરાની રંગત જમાવશે તથા દ્વિતીય દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા તથા યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
તો આવો દિવ્ય દર્શન કરીએ સાંગણપુર ગામ ખાતે નવીન નિર્માણ પામેલ શ્રી ભોજામામા મંદિરના
જૂઓ સંપૂર્ણ એપિસોડ
Shree Bhojamama Mandir Sanganpur Mehsana Pran Pratishtha Mahotsav 2022
Shree Bhojamama Mandir, Sanganpur, Mehsana, Pran Pratishtha Mahotsav,