અમદાવાદના સરસપુર વિસ્તારમાં શ્રી ઠાકોર વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય સાતમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં દંપતીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ સહિત અનેક સામાજીક તથા રાજકીય અગ્રણીઓ પધાર્યા હતા જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી મનોજભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
Shree Thakor Vikas Trust Arranged 7th Samuh Lagnotsav
Shree Thakor Vikas Trust, Ahmedabad, Saraspur, Samuh Lagnotsav,