આજરોજ અમદાવાદ નજીકના ઓગણજ વિસ્તારમાં નવરચના રાવળ યોગી સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૫ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ યોજીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી રાજેશભાઈ રાવળ, શ્રી દશરથભાઇ રાવળ તથા શ્રી અમૃતભાઈ રાવળ તથા શ્રી મહેશ યોગીરાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Navrachna Raval Yogi Samaj Vikas Mandal Arranged 1st Samuh Lagnotsav 22.05.2022
Navrachna Raval Yogi Samaj Vikas Mandal, 1st, Samuh Lagnotsav, 22.05.2022, Ahmedabad, Ognaj,