ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે જય બાબારી ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જ્યાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં જાજરમાન સત્કાર સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તથા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સહિત હજારોની જનમેદની દિકરીઓને આશિર્વાદ આપવા માટે પધારી હતી.
કાર્યક્રમની સંપુર્ણ વિગત એ સંસ્થાના પ્રમુખશ્રી છોટે વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Jay Babari Thakor Samaj Charitable Trust Arranged 2nd Samuh Lagnotsav
Jay Babari Thakor Samaj Charitable Trust, 2nd Samuh Lagnotsav, Adalaj, Gandhinagar,