સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દરામલી ગામ ખાતે ૭૨ ગામ વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય ચતુર્થ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા કુલ ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહીત સમાજબંધુઓ જોડાયા હતા.


દિકરીઓને આશિર્વાદ આપવા માટે રાજકીય આગેવાનોમા માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ઈડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી શૈલેષભાઇ પરમાર, ઝાંઝરકા ગાદીના મહંત શ્રી શંભુનાથ ટુંડિયા સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો પધાર્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી મુકેશભાઈ સુતરીયા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree 72 Gaam Vankar Samaj Seva Trust Idar Arranged 4th Samuh Lagnotsav 13.05.2022
Shree 72 Gaam Vankar Samaj Seva Trust Idar, Idar, Daramali, 4th Samuh Lagnotsav, 13.05.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed