મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમા શ્રી છોતેર (૧૦૬) પરગણાં રોહિત સમાજ કેળવણી મંડળ દ્વારા સ્વ. શ્રી વિનોદચંદ્ર મોતીલાલ પરમારના સ્મરણાર્થે ૧૨મા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૯ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સત્કાર સમારંભ કરીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સાથે સંસ્થાના પ્રમુખશ્રી ખેમચંદભાઈ પરમાર, મહામંત્રી શ્રી રણછોડભાઈ પરમાર, ઉપપ્રમુખશ્રી બી. એસ. પરમાર તથા દાતાશ્રી મોતીલાલ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Chhoter (106) Paragana Rohit Samaj Kelavani Mandal Arranged 12th Samuh Lagnotsav 12.05.2022
Shree Chhoter (106) Paragana Rohit Samaj Kelavani Mandal, 12th, Samuh Lagnotsav, 12.05.2022, Vijapur, Mehsana,