આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ ગામ ખાતે શ્રી મેલડી માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમા વાલ્મીકિ સમૂહ લગ્ન કમિટી દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, આ કરિયાવરમાં તિજોરી, ફ્રીજ, સોફાસેટ, પલંગ, ઘરવખરી સામાન સહીત કુલ ૭૯ ચીજવસ્તુ આપવામાં આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે સમાજ બંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત કમિટીના શ્રી રમેશભાઈ હરીજન તથા પ્રમુખ શાંતિલાલ વાલેન્દ્ર સહિત સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવી હતી, જેમાં સમિતિ દ્વારા સમગ્ર ગ્રામજનોના સહયોગ અને શ્રી મેલડી માતાજી મંદિર મલાતજના ભુવાજી રાજાભાઈ ભગત દ્વારા જે સહયોગ આપવામાં આવ્યો તેનો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Valmiki Samuh Lagn Kamiti Malataj Arranged 1st Samuh Langnotsav 14.05.2021
Valmiki Samuh Lagn Kamiti, Malataj, Sojitra, Aanand, Samuh Langnotsav, 14.05.2021,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed