આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા તાડીયાપુરા ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા 13મા ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૮ નવ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ, લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
2011 થી લઈને આ સંસ્થા દ્વારા ખૂબ જ સુંદર ભગીરથ કાર્ય કરવામાં આવે છે, જેમાં અત્યાર સુધી સમૂહ લગ્નનું આયોજન કરીને 1200 થી 1300 નવયુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે.
કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી કે એમ ઠાકોર તથા ત્રમ્બોવાડના માજી સરપંચશ્રી જયંતીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Rajya Mul nivasi Kshatriya Ekta samiti arranged 13 samuh Laganotsav 28.04.2022
Gujarat Rajya Mul nivasi Kshatriya Ekta samiti, 13 samuh Laganotsav, 28.04.2022