આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ ખાતે ગુજરાત રાજ્ય મૂળનિવાસી ક્ષત્રિય એકતા સમિતિ દ્વારા બારમો તથા ત્રંબોવાડ ખાતે પ્રથમ સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૨૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે જાન આગમન બાદ, લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત જ્ઞાતિજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખશ્રી કે. એમ. ઠાકોર તથા ત્રંબોવાડ ગામના માજી સરપંચ શ્રી જયંતીજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Gujarat Rajya Mul Nivasi Kshatriya Ekta Samiti Arranged Samuh Lagnotsav At Trambovad Sojitra

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed