ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામજી મંદિર નું નિર્માણ થવા જઇ રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ તેનો મહા ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વૈદિક મંત્રોચ્ચાર વિધિથી યજ્ઞ પૂજન સાથે સંતો મહંતો ના આશીર્વાદ સહિત ભવ્ય ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ભામાશા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ માણેકલાલ પટેલ, તથા શ્રી ભીખાભાઇ પટેલ, શ્રી રાજેશભાઇ પટેલ અને શ્રી બળદેવભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન નારદીપુર ગામની NRI સંકલન સમિતિના સભ્યો શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી બી. એમ. પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા શ્રી નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Nardipur Bhumi Pujan Samaroh 27.04.2022
Shree Ramji Mandir Nardipur, Nardipur, Kalol, Gandhinagar, Bhumi Pujan Samaroh, 27.04.2022,