મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમા અતિ પૌરાણિક એવુ પાળવાળુ શ્રી રણછોડરાયજીનુ મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર ૧૦૦ વર્ષથી પણ વધારે ઐતિહાસિક છે, જ્યાં શ્રી રણછોડરાયજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે અહીંયા ત્રિદીવસીય ૨૧ કુંડાત્મક મહાવિષ્ણુયાગનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના આજે દ્રિતીય દિવસે યજ્ઞ પુજન તથા મહાઅભિષેકનું આયોજન કરાયુ હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી હરસિદ્ધિ પીઠ લાડોલના મહંતશ્રી અશ્વિનભાઈ જાની, શ્રી જુગલકિશોરભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ તથા શ્રી પંકજભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ranchhodray Mandir Palvalu Ladol Arranged 21 Kundatmak Maha Vishnu Yaag 2022
Shree Ranchhodray Mandir Palvalu, Ladol, 21 Kundatmak Maha Vishnu Yaag, 2022, Vijapur,