તાલુકા જીલ્લા મહેસાણાના પાંચોટ ગામમા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જય શ્રી અંબાજી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, મંદિરમાં શ્રી હનુમાનજીનું પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજીની સ્થાનક અહીંયા સો વર્ષથી પણ વધારે પુરાણું છે, મંદિરના શ્રી અંબાજી માતાજી સંસ્થાન દ્વારા આજરોજ ભવ્યાતિભવ્ય 29માં દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભવ્ય યજ્ઞ પુજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સંસ્થાના પ્રમુખશ્રી અંબાલાલભાઈ પટેલ, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રી કાન્તીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ambaji Mataji Sansthan Panchot Arranged 29th Bhavya Patotsav 27.04.2022
Shree Ambaji Mataji Sansthan Panchot, Panchot, Mehsana, 29th Bhavya Patotsav, Patotsav, Ambaji Mandir Panchot, 27.04.2022,