ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ માં શ્રી હડકશા માતાજીનુ ખૂબ જ પૌરાણિક અને પ્રખ્યાત મંદિર આવેલું છે, જે મંદિર પ્રત્યે સમગ્ર ગુજરાતમા લોકો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, ખાસ કરીને દેવીપૂજક સમાજના ભાઈઓ બહેનો માતાજીના અચૂક દર્શનાર્થે પધારે છે, ચૈત્ર મહિનાના અંતિમ રવિવારનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં ત્રણથી ચાર દિવસ સુધી અહીંયા ભવ્યાતીભવ્ય લોકમેળો ભરાય છે, જ્યાં સમગ્ર ગુજરાત તથા ભારતભરમાથી દેવીપુજક ભાઈઓ-બહેનો અહીંયા પગપાળા માતાજીના દર્શનાર્થે પધારે છે, એ જ રીતે આ વર્ષે પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શને પધાર્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત દેવીપુજક ટ્રસ્ટના પ્રમુખશ્રી કિરીટભાઈ દંતાણી દ્વારા આપવામાં આવી હતી, જેમાં સરકારમા પણ આની નોંધ લેવાય અને મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે ખાસ પ્રકારની સુવિધાઓ ઉભી કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Bhavya Lokmelo At Shree Adaksha Mataji Mandir Kotha Kalol
Kotha, Devipujaksamaj, Melo, DevPujakSamajTrust, KiritbhaiDantani,