ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નાની અડબોલી ગામ ખાતે શ્રી જોગણી માતાજીનુ ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, તે નિમિત્તે યજ્ઞ પૂજન તથા ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી સુદાનસિંહ ડાભી દ્રારા આપવામાં આવી હતી, જેમાં સરપંચશ્રી કાલુજી ડાભી હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Nani Adboli Mahemdavad