વિરમગામ શહેરમાં શ્રી સિદ્ધનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને અલૌકિક મંદિર આવેલું છે, જ્યાં દાદા ૧૦૬ વર્ષ થી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી તથા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ જ રીતે ફાગણ સુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે ફાગણ સુદ બીજ ના શુભ દિવસે અહીંયા ભવ્ય સમૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ પણ સમૈયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવરે ભવ્ય શોભાયાત્રા તથા લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગામના ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત શ્રી સિધ્ધનાથ મહાદેવ ધર્માદા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રમણભાઈ દલવાડી તથા પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ દલવાડી દ્વારા આપવામાં આવી હતી.
તો આવો ફાગણ સુદ બીજના દિવ્ય દિવસે કરીએ દર્શન વિરમગામ ખાતે બિરાજમાન શ્રી સિધ્ધનાથ મહાદેવ ના,
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Sidhdhnath Mahadev dharmada trust Viramgam Arranged 106th Samaiya Mahotsav at Shree Sidhdhnath Mahadev Mandir Viramgam on Fagan Sud Bij 04.03.2022
Shree Sidhdhnath Mahadev dharmada trust Viramgam, Viramgam, Ahmedabad, 106th Samaiya Mahotsav, Patotsav, Shree Sidhdhnath Mahadev Mandir Viramgam, Fagan Sud Bij, 04.03.2022