તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે વાંટા વિસ્તારમા શ્રી અંબકેશ્વર મહાદેવજી મંદિરનું ખુબ જ અલૌકિક અને પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે દાદા અહીંયા સદીઓથી બિરાજમાન છે, મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે આજરોજ શિવરાત્રીના શુભ અવસર પર શ્રી વાંટા વિસ્તાર સમસ્ત પાટીદાર ભાઈઓ દ્વારા મંદિર ખાતે અતિ કઠીન એવા ત્રિદીવસિય મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મહાયજ્ઞની સાથોસાથ રાસ ગરબા, ભવ્ય શોભાયાત્રા, લોકડાયરો, દાતાશ્રીઓ તથા મહેમાનશ્રીઓના સન્માન સમારંભ તથા યજ્ઞ યજ્ઞ પૂર્ણાહૂતિ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત વિસ્તારના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના મહારુદ્ર યજ્ઞના પ્રથમ દિવસે શ્રી વિકાસભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Vanta Vistar Samast Patidar Brothers Arranged Maharudra at Shree Ambakeshwar Mahadev Mandir Gojariya

Shree Vanta Vistar Samast Patidar Bhaio, Maharudra, Shree Ambakeshwar Mahadev Mandir Gojariya, Gozariya, Gojariya, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed