મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામ ખાતે ૐ ભગવતી શ્રી મેલડી માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જે મંદિરને મેલડી ધામ કૈયલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ અલૌકિક અને દિવ્ય પ્રતિમા બિરાજમાન છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રળિયામણું અને તમામ સુવિધાઓથી સજ્જ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે એજ રીતે દર વર્ષની ૨૪ ફેબ્રુઆરીના રોજ અહીંયા ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ દિવ્ય અને ભવ્યાતિભવ્ય ૨૨મા પાટોત્સવ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજીના સમસ્ત મંદિર પરિસરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ, તથા શાકંભરી શણગાર નુ આયોજન કરવામાં આવ્યું હતુ, પાટોત્સવ નિમિત્તે અહીંયા સવારથી જ હવન પૂજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર વિશેની સમગ્ર માહિતી પરમ વંદનીય શ્રી રમણ જય માડી તથા એમના સુપુત્ર અનિકેત અમીન અને માડી ના ભાઈ શ્રી ગીરીશભાઈ રોહિત દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દર્શન કરીએ કૈયલ ધામ ખાતે બિરાજમાન શ્રી ૐ ભગવતી મેલડી માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Om Shree Bhagavati Meldi Mataji Mandir Kaiyal Celebrated 22nd Patotsav 24.02.2022
Om Shree Bhagavati Meldi Mataji Mandir Kaiyal, Kaiyal, Meldi Dham kaiyal, patotsav, 22nd Patotsav, 24.02.2022, Mehsana, Kadi,