આજરોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમા મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસુચિત જાતીનો ભવ્યાતિભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કુલ ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમા બપોર પછી વરવધુઓનો ભવ્ય લાઈવ ડીજે વરઘોડો યોજવામા આવ્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ખુશ્બુ આસોડિયા દ્વારા ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી, ત્યારબાદ લગ્ન સ્થળ પર નયુગલોની લગ્નવિધી કરાઈ હતી.
ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેન્દ્ર ભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ,

Mahamanav Seva Trust Bapunagar Arranged 2nd Samuh Lagnotsav 30.12.2021


Mahamanav Seva Trust Bapunagar, Bapunagar, Ahmedabad, 2nd Samuh Lagnotsav, 30.12.2021, Samuh Lagan

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed