પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે શ્રી શક્તિ માતાજીનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમા યોજાયો હતો, જેમા ઝાલા કુળના કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા શ્રી મરમરા માતાજીની ખૂબ જ દિવ્ય અને તેજસ્વી પ્રતિમાઓની પ્રતિષ્ઠા ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામા આવી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞશાળાના પ્રારંભ બાદ રાત્રીના શ્રી દોલતરામબાપુના સાનિધ્યમા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા બાદ રાત્રીના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી અને અંતિમ દિવસે માતાજીની સુંદર અને દિવ્ય મૂર્તિઓની સ્થાપના બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે 12.39એ સંપન્ન કરાઈ હતી, ત્યારે હજારોની મેદની આ પ્રતિષ્ઠાની સાક્ષી બની હતી, રાત્રીના ભવ્ય રાસગરબા કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ, જેમા લોકગાયક રાકેશ બારોટ દ્વારા લોકોએ ગરબાની મઝા માણી હતી. આમ આ ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગારંગ કાર્યક્રમોની દિવ્યતા સાથે સંપન્ન થયો હતો.

કાર્યક્રમની સમ્પૂર્ણ વિગત શ્રી દિનેશભાઇ, શ્રી ઈશુભા ઝાલા તથા શ્રી વિનયસિંહ ઝાલા દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

sunsar, shakti mataji, pran pratishtha

Samast Sunsar Gramjano Arranged Shree Shakti Mataji Pran Pratishtha Mahotsav 28.10.2021

#Sunsar #pranpratishthamahotsav #ShaktiMataji #MarmaraMataji #RakeshBarot #RajbhaGadhvi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed