પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામ ખાતે શ્રી શક્તિ માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26 27 તથા 28 ઓક્ટોબર દરમિયાન યોજાવાનો છે, જેના પ્રથમ દિવસે આજે ભવ્ય ધર્મ સભા તથા યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો તથા રાત્રીના શ્રી દોલતરામ બાપુના દિવ્ય સાનિધ્યમા સંતવાણીનુ આયોજન છે, મંદિરમાં શ્રી શક્તિ માતાજીની સાથોસાથ શ્રી મરમરા માતાજીની પણ દિવ્ય પ્રતિમા પ્રતિષ્ઠિત થવાની છે, દ્વિતીય દિવસના રોજ ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના લોક સાહિત્યકાર રાજભા ગઢવીના દ્વારા ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે, તથા અંતિમ તથા તૃતીય દિવસે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રાત્રીના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકગાયક રાકેશ બારોટ પોતાના સુરો રેલાવશે જેમાં સમસ્ત માઈ ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સુણસર ગામના શ્રી ઈશુભા ઝાલા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

shakti mataji sunsar

Shree Shakti Mataji Tatha Shree Marmara Mataji Tridivasiya Pran Pratishtha Mahotsav Sunsar Patan.

Sunsar, Chanasma, Patan, Shakti Mataji pran Pratishtha, Marmara mataji, Shakti Mataji Sundar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed