ગુજરાતમાં શેરી ગરબા માટે રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની છૂટ અપાઈ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર હવે લગભગ ખતમ થઈ ગઈ છે, ત્યારે ધીમે-ધીમે બધુ રાબેતા મુજબ ચાલુ થઈ રહ્યું છે. સરકાર પણ વૅક્સિનેશન અભિયાનને વેગ આપવા પર ભાર મૂકી રહી છે, તો નિયમો પણ હળવા કરી રહી છે. એવામાં આજે ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળી છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ અને આગામી નવરાત્રિને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યમાં આવતીકાલે પૂર્ણ થઈ રહેલી કર્ફ્યૂની મુદ્દત અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવરાત્રિ અને કર્ફ્યૂના સમયને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ રાત્રિ કર્ફ્યૂના સમયમાં 1 કલાકની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી નથી આપવામાં આવી. આટલું જ નહીં, શેરી ગરબામાં પણ 400 લોકોને જ છૂટ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, હાલના તબકકે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યૂ અમલમાં છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કરફ્યૂ અંગેના નોટિફિકેશનની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસોને જોતા સરકારે કર્ફ્યૂના કલાકોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવાર દરમિયાન રાત્રિ કર્ફ્યૂને લઈને ગાઈડલાઈ જાહેર કરી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed